192 બીયરનાં ટીન સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામનાં ભારતનગર 9બી ચોકડી પાસેથી 192 બીયરનાં ટીન સાથે શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એ-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગુરૂકુળ વિસ્તારમાં આવતા બાતમી મળી હતી કે, નવ જ્યોત વિદ્યાલય પાસે રહેતો કલ્પેશ માંગલીયા મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડીમાં ભારતનગર 9/બી ચોકડી તરફ જવાનો છે. તેવી બાતમી આધારે પોલીસે 9/ બી સર્કલ પાસે મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી નં. જીજે12-બીએફ-0721ને અટકાવી તલાસી લેતા ગાડીની ડેકીમાંથી ભારતીય બનાવટના 192 નંગ બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કલ્પેશ મોહન માંગલીયાને ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરાઈ.