રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે આવેલ ટોલ પ્લાઝા કંપનીના પ્લાન્ટ ઉપર તાપ કરતા બે લોકો દાઝ્યા
આજરોજ ઠંડી વધુ હોવાના કારણે રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર ટોલ પ્લાઝા કંપની દ્વારા નવીન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે તેના પ્લાન્ટ ઉપર કામગીરી કરતા લોકો ઠંડીથી બચવા માટે તાપ કરી રહ્યા હતા વધુ તાપ કરવા માટે તાપની ની અંદર એલડીઓ નામનું પદાર્થ નાખવાથી આગ ભભૂકી ઊઠી હતી તાપ કરી રહેલા માંથી બે લોકો દાઝી જતા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલા વધુ સારવાર ની જરૂર પડતા એમ્બ્યુલન્સ મારફત મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા.