ભુજ એલસીબીએ 45,000નો દારૂ ઝડપ્યો: આરોપી ફરાર
ભુજ એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માધાપર કચ્છમિત્ર સર્કલ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દિક્ષિત વિનયભાઈ સોની( રહે. જુના સ્વામીનારાયણ મંદિર પાછળ, માંડવી) વાળો સફેદ કલરની હ્યુન્ડાઇ એસેંટ ગાડી નં.પીબી-35-જે -7319માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ ગાંધી સર્કલથી મિલેટરી ગેટ પાસેથી આર.ટી.ઓ. તરફ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસ મિલેટરી કેમ્પના ગેટથી આર.ટી.ઓ રીલોકેશન સાઈટ તરફ જતાં રસ્તા પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા પોલીસે હાથના ઈસારા વડે ગાડી અટકાવવાનો પ્રયાશ કરતાં ગાડી ચાલકે પોતાના કબ્જાની ગાડી પૂર ઝડપે ભગાડી હતી. પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડી ચાલક આર.ટી.ઓ.રીલોકેશન સાઇટમાં મકાન નં.385385ની સામેના ભાગે રોડ પર મૂકી અંધારાનો લાભ લઈ નાશી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીની ડેકીમાં અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 96 બોટલો કિ.રૂ.45,000 તેમજ સફેદ કલરની હ્યુન્ડાઇ ગાડી કિ.રૂ.1,50,000 નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.