પાદરાના દુધવાડાની કંપનીમાં રૂ. 21,354ની તસ્કરી કરનાર કર્મચારીની અટક

પાદરાના દુધવાડા ગામની સીમમાં આવેલ બોદાલ કેમીકલ કંપનીમાં રૂ. 21,354ના કોપર કેબલ પ્લાસ્ટીકના ડ્રમ સહિતની તસ્કરી કરનાર બોદાલ કંપનીમાં નોકરી કરતાં જગદીશની અટક કરી મુદામાલની રીકવરી કરી હતી. દુધવાડાની બોદાલ કેમીકલ કંપનીમાં ગત અઠવાડિયે રૂ. 21,354 તસ્કરી થયાની ફરિયાદ લખવાઇ હતી. જેના આધારે વડોદરા ગ્રામ્ય અધિક્ષક રવિન્દ્ર પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષક, મિલકત વિરૂધ્ધના ગુના શોધી કાઢવા સૂચના આપી માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને વડુના ઇન્ચાર્જ પી.એસ.આઈ.મયુર રાઠોડે અને ટીમના વ્યક્તિઓ તપાસમાં હતા. તે દરમ્યાન બોદાલ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતાં જગદીશભાઇ શનાભાઇ ગોહિલ વેડચ તા. જંબુસર તસ્કરીના કામે શંકાસ્પદ હિલચાલ ધરાવે છે. જે આધારે ખાત્રી કરી પૂછપરછ કરતાં તસ્કરીના મુદામાલની કરી હોવાનું કબુલાત પોતાના મકાને 21,354 નો મુદામાલની રીકવરી કરી જગદીશ શના ગોહિલની અટક કરી હતી