અમદાવાદ : સરસપુરથી અપહરણ કરીને સરખેજમાં યુવકને મારમારી 16 લાખની ચાંદીની ચોરી

 

અમદાવાદ સરસપુરના રહેતો યુવક 40 કિલો ચાંદી લઈને જઇ રહ્યો હતી, ત્યારે ક્રાઇમબ્રાંચની ઓળખ આપીને બે આરોપીઓ પોલીસ મથક લઈ જવાનું કહીને અપહરણ કર્યું હતું. અને અમદાવાદમાં જુદા-જુદા વિસ્તારમાં ત્રણ કલાક સુધી ફેરવ્યો હતો. ત્યારબાદ સરખેજ વિસ્તારમાં મારમારીને રૂ. 16 લાખની ચાંદી અને એક્ટિવાની લૂંટ ચલાવી શખ્સો નાસી ગયા હતા. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની માહિતી એવી છે કે સરસપુર વિસટરમાં ઈન્ડિયા બુલ્સ કોલોનીમાં રહેતા અને માણેકચોકમાંથી ચાંદી લાવીને ભઠ્ઠીમાં ગલવાની કામગીરી કરતાં સંતોષભાઈ પોપટલાલ બપોરે 40 કિલો ચાંદી લઈને એક્ટિવા પર બેસીને જતાં હતા, ત્યાં સરસપુર હરિભાઇ ગોદાણીના દવાખાના પાસે બે આરોપીઓએ તેમણે રોક્યા હતા અને ક્રાઇમબ્રાંચ પોલીસ હોવાની ઓળખ આપીને બિલની માંગ કરી હતી. યુવક પાસે બિલ નહીં હોવાથી પોલીસ મથકે લઈ જવાનું કહીને એક્ટિવા પાછળ બેસાડી દીધા હતા. ત્યારબાદ ઇસમપુર, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં ફેરવ્યા બાદ સરેખજમાં લઈને જઈને મરમારીને એક્ટિવા તથા 40 કિલો ચાંદીની લૂંટ ચલાવીને શખ્સો નાસી ગયા હતા. યુવકને સરખેજ પોલીસે ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હોવાથી અંતે ગોમતીપુર પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *