માળીયા પોલીસે 3 લાખથી વધુનો ચોરાઉ ડિઝલનો જથ્થો દરિયાની ધારીમાંથી જપ્ત કર્યો

માળીયા પાઠકમાં ડીઝલ ચોરીનું મસમોટું કોભાંડ ચાલતું હોય જેમાં પહેલા રસ્તા પરના ટ્રેકમાંથી ડીઝલ ચોરી થતી હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. તો માળીયા પોલીસે દરિયામાં આવેલી ધોરીમાં દરોડો પાડીને ચોરાઉ ડીઝલનો શંકાસ્પદ જથ્થો પકડી લઈને 3 લાખથી વધુનો જથ્થો કબજે કર્યો છે. માલિયાના જુમાવાડી વિસ્તારમાં આવેલ દરિયાની ધોરીમા ડિઝલનો જથ્થો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસના મહાવીરસિંહ ઝાલાના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં જેમાં શીપમાંથી તસ્કરી કરેલું શંકાસ્પદ ડિઝલનો જથ્થો તસ્કરી કરી જુમાંવાડી નજીક આવેલ દરિયાની ધોરીમા રાખેલો હોય. રેડ કરીને માળીયા પોલીસના સ્ટાફે સ્થળ પર કાર્યવાહી કરતાં 60 લીટરના 80 નંગ કેરબા 4800 લીટર ડિઝલનો જથ્થો કિંમત રૂ. 3,31,200 તેમજ 31 ખાલી કેરબા તેમજ ડીઝલ ખેચવા માટે નળી સહિતનો મુદામાલ મળીને કુલ 3,32,750 નો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે પોલીસને દૂરથી જ જોઈને શખ્સ ગુલામ જુસબ સાઇચા, ફિરોજ સાઇચા, જાકીર સાઇચા, નાસીર સાઇચા, હુશેન ટાંક, હસન ટાંક, મુસા ખમીરશા ટાંક, ગકુર ખમીરશા ટાંક, આમદ મડીયાર અને રાસંગ ઉર્ફે ડાડો માણેક રહે બધા જુમાંવાડી નવલખી બંદર એરિયા વાળા નાસી છૂટ્યા હતા. માળીયા પોલીસે ડિઝલનો જથ્થો કબજે કરી શખ્સને પકડી લેવા કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *