ખીરસરમાં અદાણી સોલાર પ્લાન્ટના ડી.સી. કેબલ વાયરના 10 ડ્રમની તસ્કરી

copy image

ખીરસરા વિસ્તારમાં આવેલ સર્વે નં.322 અદાણી કંપનીના સોલાર પ્લાન્ટમાં એમ.સી.આર.ઓપન સ્ટોર યાર્ડમાં ડી.સી.કેબલ વાયરના 10 ડ્રમ કિ.રૂ.1,08000ની તસ્કરી થઈ હોવાની ફરિયાદ દુધઈ  પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં બાબુભાઇ દેવકરણભાઇ માતાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ અદાણી સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ખીરસરા સિમ વિસ્તારમાં સર્વે નં.322માં તા.13-10-22ના કંપનીના એમ.સી.આર ઓપન યાર્ડના મેનેજર દર્પણ કિશોરભાઇ મહેતાએ યાર્ડનું ઓડિટ કરતા કેબલ વાયરના 10 ડ્રમ જેની કિમત રૂ. 1,08000 થાય છે જે નજરે ન પડતાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી તેઓએ ફરિયાદી તથા પ્લાન્ટના મેનેજર તથા સિક્યુરિટી હેડને આ અંગે જણાવ્યુ હતું. દુધઈ પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.