ગાંધીધામના દેરાસરમાં ચોરે 22,000ની તસ્કરીને અંજામ આપ્યો

copy image

ગાંધીધામના ચિંતામણી સર્કલ પાસે આવેલ જૈન દેરાસરના તાળાં તોળી ચોરે અંદર પ્રવેશી બંને દેરાસરની ત્રણ દાનપેટીઓમાં રહેલ રોકડા રૂપિયા 10,000 તથા પંચધાતુની મુર્તિ કિ.રૂ.2,000 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.10000 મળી કુલ રૂપિયા 22,00ની ચોરી કરી હોવાની ઘટના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર તા.17-1ના દેરાસર બંધ કરી પુજારી તથા મેનેજરે ઘરે ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે મંદિરના પુજારી વહેલી સવારે મંદિરે આવતા દેરાસરના મેઇન દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નજરે પડ્યું હતું અને દરવાજો ખુલ્લો હતો. જેથી પૂજારીએ દેરાસરની અંદર તપાસ કરતાં એક દેરાસરમાં આવેલ 2 દાનપેટીઓના તાળાં તેમજ બાજુમાં આવેલ દેરાસરની 1 દાનપેટીના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યાં હતા અને દાનપેટીમા રહેલ 10,000 રૂપિયા ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઉપરાંતમાં દેરાસરમાં રહેલ ભગવાન શાંતિનાથની પંચધાતુની મુર્તિ જેની કિ.રૂ.2000 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.10,000ની મળી કુલ.કિ.રૂ.22,000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દેરાસરના મેનેજર હરેશભાઈ ધનજીભાઇ જોષીએ આ અંગે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.