કોડકી રોડ પર દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: 28,850નો મુદ્દામાલ જપ્ત
ભુજ પેરોલ ફર્લો સ્કોડ પોલીસ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોડકી રોડ પર પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સંતોષ નગર, સિધ્ધાર્થ પાર્કમાં રહેતો ભાવિક સરદાર નામનો શખ્સ ગેરકાયદેસરરીતે ઈંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને એક્સેસ સ્કુટરથી કોડકી રોડ ઉપર કૈલાશ કોલોનીના ગેટ પાસેથી દારૂનો જથ્થો લઈને નીકળવાનો છે. પોલીસ બાતમીના આધારે કૈલાશ કોલોનીના ગેટ પાસે વોચમાં હતી તે દરમિયાન એક્સેસ ટુ-વ્હીલર આવતા તેને અટકાવી આરોપી ભાવિક કિરીટભાઈ સરદારને ઝડપી પાડ્યો હતો. પોલીસે એક્સેસની તલાસી લેતા વિદેશી દારૂની 7 બોટલો મળી આવી હતી. પોલીસે 3,850નો વિદેશી દારૂ, એક એક્સેસ ટુ-વ્હીલર કિ.રૂ.20,000, એક મોબાઈલ ફોન કિ.રૂ.5,000 મળી કુલ કિ.રૂ. 28,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે આરોપીની દારૂ અંગે વધુ પૂછપરછ કરતાં તેના પિતાજી કિરીટ ગોપાલસિંગ સરદાર વિદેશી દારૂનો વેચાણ કરતાં હોઈ આરોપીને તેના પિતાજીએ દારૂ આપ્યું હોવાની કેફિયત આપી હતી.ભુજ એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.