ગાંધીધામમાં સગીરા પર બળાત્કારની ઘટના

crime

copy image

ગાંધીધામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની સગીર દીકરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ભોગ બનનારે તેના વાલીવારસોને જાણ કરતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનારની માતાએ જણાવ્યું કે, તેમની ૧પ વર્ષિય દીકરીને આરોપી શાળા પાસેથી બાઈકમાં બેસાડી શિણાય ગામ પાસે આવેલા ડેમ સાઈટ પર લઈ ગયો હતો અને સગીરા સાથે તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે અંગે ભોગ બનનારે તેના પરિવારને હકીકત કહેતા માતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે સુંદરપુરીના અલી શેખડાડા નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.