ગાંધીધામમાં નૂરી મસ્જિદ પાસે 4 ટ્રેઈલર અને કાર અથડાતા અકસ્માત સર્જાયો
ગાંધીધામમાં અકસ્માત સર્જાયો,નૂરી મસ્જિદ નજીક 4 ટ્રેઇલર અને કાર ટકરાયા,.ગાંધીધામ હાઇવે પર અવાર નવાર બેફામ ગતિ અને આડેધડ વાહન વ્યવહારને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ગત રોજ ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે પર નૂરી મસ્જિદ નજીક ચાર ટ્રેઇલર અને એક સ્વિફ્ટ કાર એક બીજામાં અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે લોકોની ભીડ એકત્ર થઇ હતી. નજરે જોનારે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે લઇ જવાયા હતા.