સોના ચાંદીના દાગીના,રોકડ રૂપીયા, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૨૫,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલની જામનગર એલ.સી.બી.પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ ડેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જામનગરમાં વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી જે.વી.ચૌધરી નાઓ તથા પો.સ.ઇ શ્રી એસ.પી.ગોહિલ નાઓ સ્ટાફના માણસો સાથે જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પો.સ્ટે. વિસ્તારમાં વણશોધાયેલ ગૂનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા તથા ફીરોજભાઇ ખફીને મળેલ હકિકત આધારે રામપરગામના પાટીયા પાસે દિતુભાઇ વાસકવા ની વાડી માંથી આરોપી વસતીયાભાઇ ભીલીંગ ડામરા રહે. છોટીઉતી, ચોકીદારફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ ખજુરીયાગામ તા.કુંકાવાવ વાળાના કબ્જા માંથી ચોરી કરી મેળવેલ સોના ચાંદીના દાગીના, રોકડ રૂપીયા, તેલનો ડબ્બો, તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૨૫,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી,મજકુર આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ. શ્રી એસ.પી.ગોહિલ નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.