પી.પી.દાણા ચોરીનો ભેદ ઉકેલી, ૩૦ લાખ રૂપીયાનો મુદામાલ કબ્જે કરી, ૫ ઇસમોને પકડી પાડતી, એલ.સી.બી.-જામનગર

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય,જેથી જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જામનગરમાં વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા એલ.સી.બી, પો.ઇન્સ. શ્રી જે.વી.ચૌધરી નાઓ તથા પો.સ.ઇ શ્રી એસ.પી.ગોહિલ નાઓ સ્ટાફના
માણસો વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તપાસમાં હતા.
ગત.તા.૧૦/૦૧/૨૦૨૩ રાત્રીના જામનગરમાં નુરીચોકડી પાસેથી ફરીયાદીશ્રી વિનુભાઇ નરસંગભાઇ જાટીયા રહે.જામનગર વાળાની લેલન ટ્રક નંબર જી.જે.૧૦ ટીવી ૫૬૦ માં પી.પી.દાણા (ર૨,૮૮૦ કીલો) ભરી મુદ્રા કચ્છ ખાતે ખાલી કરવા માટે ટ્રેક રાખેલ હતી, જે પી.પી.દાણા ભરેલ ટ્રક સહિત નો કુલ કિ.રૂ ૩૦,૦૦,૦૦૦/- ના મુદામાલ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા જે ગુનો વણશોધાયેલ હતો,સદરહુ પી.પી.દાણાની ચોરી સ્થળ વિઝીટ કરી, ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવવમાં આવેલ હતી.
દરમ્યાન એલ.સી.બી સ્ટાફના વનરાજમાઇ મકવાણા, ધાનાભાઇ મોરી તથા રાકેશભાઇ
ચૌહાણ નાઓને ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે, સદરહુ ચોરીના પી.પી.દાણા ગોંડલ તાલુકાના
હડમતાળા ગામે રહેતા અલતાફ હુશેનભાઇ પતાણી ના વંડામા ઉતારેલ હોવાની બાતમી મળેલ હતી,
તેમજ એલ.સી.બી સ્ટાફના અશોકભાઇ સોલંકી, ધનશ્યામભાઇ તથા કિશોરભાઇ પરમાર ને ખાનગીરાહે હકિકત મળેલ કે,સદરહુ પી.પી.દાણા ભરેલ લેલેન્ડ ટૂક ન-જી.જે.૧૦ ટીવી ૫૧૬૦ ખાલી હાલત ની જામકંડોરણા ગૌશાળા પાસે રાખેલ છે.
ઉપરોકત પી.પી.દાણા (પ્લાસ્ટીક દાણા) તથા લેલન્ડ ટૂક આરોપીઓ સગેવગે કરવાની પેરવી કરતા હોય,જેથી હડમતાળા તથા જામકંડોરણા સ્થળે રેઇડ કરી.નીચે જણાવેલ પાંચ ઇસમો ને પકડી પાડી, પી.પી.દાણા તથા લેલેન્ડ ટ્રક કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ શ્રી એસ.પી.ગોહિલ નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે,