દાઠા તથા પાલીતાણાનાં જૈન દેરાસરોમાં થયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કુલ રૂ.૬,૩૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો પાલીતાણા શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.નાં હેડ કોન્સ. અનિરૂધ્ધસિહ ગોહિલ તથા જયદાનભાઇ લાંગાવદરાને બાતમીરાહે હકિકત મળેલ કે, સોનગઢ તરફ જતાં હોટલ માનસી પાર્ક પાસે રોડનાં કાંઠે એક સફેદ કલરની અર્ટીગા ફોર વ્હીલ ગાડી ઉભી છે. તેમા બેસેલ માણસોએ કોઇ જૈન દેરાસરોમા ચોરી કરી તેનો મુદામાલ સાથે રાખેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં બે માણસો સફેદ કલરની મારૂતી કંપનીની અર્ટીગા વાહન રજી. નંબર- GJ-08-CK-4087માં હાજર મળી આવેલ.તેઓ પાસેથી રોકડ રૂ.૧,૩૦,૦૦૦/-ની ભારતીય દરની ચલણી નોટો મળી આવેલ.જે કાર તથા રોકડ રકમ અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ અને બંને અલગ-અલગ માહિતી જણાવતાં હોય.જેથી અર્ટીગા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧,૩૦,૦૦૦/-મળી કુલ રુ.૬,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેઓને હસ્તગત કરેલ.
આ બંને માણસોની પુછપરછ કરતાં તેઓએ આશરે બાર તેર દીવસ પહેલા સોનગઢ રોડ ઉપર આવેલ અઢીદ્વીપ જૈન મંદીર તથા આદીનાથ હેલ્થ કેર સેન્ટરના ચંદ્રભુમીની દાનપેટીમાંથી ચોરી કરેલ તે રૂપીયા હોવાની તથા દાઠા પાસે આવેલ બોરડાનાં જૈન દેરાસર મંદીરમાંથી રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.
પકડવામાં આવેલ માણસોઃ-
- લાલારામ ગોગારામ સોહન ઉ.વ.૩૦ ધંધો-પથ્થરો ઘસવાની મજુરી
- દીતારામ ગણેશજી સોહન ઉ.વ.૨૯ ધંધો-પથ્થરો ઘસવાની મજુરી રહે.બંને વરલી (કુંડાલ) તા.પીનાવાડા જી.સીરોહી રાજસ્થાન
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
- પાલીતાણા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૮૦૪૨૨૩૦૦૧૭/૨૦૨૩ ઇ.પી.કો કલમઃ-૩૮૦,૪૫૭ મુજબ
- દાઠા પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૮૦૧૪૨૩૦૦૦૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૭ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, બીજલભાઇ કરમટીયા,હરિચંદ્દસિંહ ગોહિલ,શકિતસિંહ સરવૈયા, સંજયભાઇ ચૌહાણ, ભોજુભાઇ બરબસીયા