ભુજ બી-ડિવિઝન પોલીસે 17,250નો શરાબ ઝડપ્યો: આરોપી ફરાર
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન આર્મી ગેટ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કેમ્પ એરિયામાં આવેલ પવનચક્કી સામે જૂના કચ્છ મિત્ર પાસે રહેતો જુનેદ ઉર્ફે જુણિયો ઈકબાલ થેબા પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી મકાનની આસપાસ તપાસ કરતાં આંગણામાં રાખેલ ઘાસમાથી દારૂ ભરેલા 7 ખોખા મળી આવ્યા હતા. પોલીસે દારૂની 30 બોટલો તથા બીયર ટીન નંગ 60 મળી કુલ.કિ.રૂ. 17,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.