ભુજમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતાં 2 શખ્સોને 27,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભુજ એ-ડિવિઝન પોલીસ

ભુજ એ-ડિવિજન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દેવરીયા ફળિયા, કાલિકા રિંગ રોડ-ભુજમાં રહેતા નરેશ લક્ષ્મણ મહેશ્વરી તથા ભુપેન્દ્ર વિરેન્દ્ર સીજુ  મકાનની છત પર ઈંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે  બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી 2 આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે ઘરની તલાસી લેતા મકાનની છત પર પુંઠાના 5 બોક્ષમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 69 બોટલો કિ.રૂ. 27,600નો  મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. નરેશ લક્ષ્મણ મહેશ્વરી ઉ.વ.36 રહે, દેવરાઈ ફળિયું, કાલિકા રિંગ રોડ ભુજ
  2. ભુપેન્દ્ર ઉર્ફે ભાવેશ વિરેન્દ્ર સીજુ ઉ.વ.28 રહે, દેવરાઈ ફળિયું, કાલિકા રિંગ રોડ ભુજ