ચીરઈ રેલ્વે બ્રિઝ પાસે ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો
આ અંગે મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.21-1ના રાત્રિના સાડા આગિયારેક વાગ્યાના અરસામાં નાની ચીરઈ થી જૂની મોટી ચીરઈ રેલ્વે બ્રિઝ પાસે સર્જાયો હતો. GJ-12-BX-8038ના ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલ વાહન પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી GJ-12-FA-7794 કાર સાથે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે કારને ભારે નુકશાન થયું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.