અંજાર પોલીસે શંકાસ્પદ તેલના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા: 12,85,490નો મુદ્દામાલ જપ્ત

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંજાર જી.આઈ.ડી.સી. બાયપાસ રોડ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિનાથ એગ્રોમાં ગેરકાયદેસર રીતે પામોલિન તેલ તથા સી.પી.ઓ. તેલ તથા આર.પી.ઓ. તેલ ટેન્કરોમાથી ગેરકાયદેસર રીતે ચોરી અશોક લેલન્ડ ટેમ્પામાં ભરી ખાલી કરી ડબ્બાઓ તથા બોટલમાં ભરી બજારમાં વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ડાબી બાજુ આવેલ ઓરડીઓ અને ઉત્તરબારનો પતરાનો મોટો શેડની અંદરના ભાગે તપાસ કરતાં પામોલીન તેલ તેમજ સોયાબીન તેલનું જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મશીન, ઇલેક્ટ્રીક વજન કાંટો, ઇલેક્ટ્રીક મોટર, સ્ટેપિંગ મશીન, ખાલી ડબ્બા જેવી વસ્તુઓ મળી કુલ.કિ.રૂ. 12,85,490નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે હાજર મળી આવેલ ત્રણેય આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. રોહિત રસિકભાઈ શેઠ, ઉ.વ.34, રહે, મકાન નં. 44, અજેપાળનગર, અંજાર
  2. ભરત સામતભાઈ હેઠવાડિયા, ઉ.વ.33, રહે, જુના ટપ્પર, તા. અંજાર
  3. રાકેશ પ્રેમજીભાઈ વાઘેલા ઉ.વ. 19 રહે. પ્લોટ નં.77, આદિનાથ એગ્રો, જીઆઈડીસી, અંજાર