પધ્ધર પાસે ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજયું
આ અંગે મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.24-1ના સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો. પધ્ધર ગામના શંભુભાઈ આહિરની વાડી સામે રોડ ઉપર વોક કરી રહેલા દશરથસિંહને GJ-23-વ-7843ના ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે , બેદરકારીથી ચલાવી અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દશરથસિંહને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમને જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પધ્ધર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.