અંજાર શહેરમાં ૨૦૦ કરોડનું જમીનનું મસમોટું કૌભાંડ ”

“ ગૌચર સર્વે નં. ૧૦૦૪ વાળી જમીન ખાનગી માલિકીની કરી નાખવામાં આવી ” ” હક્કપત્રકમાં ખોટી નોંધો પાડેલ છે જે રીવીઝનમાં લેવા માટે અપીલ કરવામાં આવશે “

• અંજાર સીમના સર્વે નં. ૯૮૪ પૈકીની જમીન મુંદ્રા સીડસ ફાર્મ ખેતીવાડી ખાતાની નામે હતી. આજમીન સરકારે પરત લઇ નાયબ કલેકટર મારફતે તા. ૩૧/૦૫/૭૩ ના રોજ જાહેર હરાજી કરેલ. આ જમીન સરદાર સોહનસિંહ બાવા સિંહના પરિવાર કુલ્લ ૪ જણના નામે ખરીદ કરેલ હતી. જે જમીન જુના હક્કપત્રકમાં નોંધ નં. ૧૭૩૩ થી દાખલ થયેલ હતી. ત્યારબાદ નવું પ્રમોગલેશન અમલમાં આવતા હક્કપત્રક નોંધ નં. ૬૫૩ થી સર્વે નં. ૯૮૪ પૈકીની નોંધ પ્રમાણિત થયેલ હતી અને ૧૯૭૩ થી ૧૯૯૧ સુધી ૭-૧૨, ૮-અ ના તમામ રેકર્ડમાં આ જમીન સર્વે નં. ૯૮૪ તરીકે નોંધાયેલ હતી.

• પરંતુ આ જમીન સરદાર સોહનસિંહ બાવાસિંહના પરિવાર દ્વારા તા. ૧૫/૦૩/૯૧ ના રોજ જુદી-જુદી ૩ પાર્ટીઓ ને (૧) કિશોર દાનાભાઈ પટેલ (૨) ભોગીલાલ દાનાભાઇ પટેલ (૩) નિશાબેન ભોગીલાલ પટેલ, હાલે રહેવાસી મુંબઈ ને વેચાણ કરેલ. અને વેચાણ દસ્તાવેજ સર્વે નં. ૯૮૪ ના બદલે ૧૦૦૪/૧, ૧૦૦૪/૨, ૧૦૦૪/૩ તરીકે વેચાણ કરેલ છે અને જેની હક્કપત્રક નોંધ. ૧૭૧૩, ૧૭૧૪ પડેલ છે. વર્ષ ૧૯૯૧ થી આ જમીનમાં મોટી ગેરરીતી થયેલ છે. હકીકતમાં અંજાર શહેરના સર્વે નં. ૧૦૦૪ ગૌચર જમીન તરીકે નીમ થયેલ છે. અનેર તે સરકારી રેકર્ડમાં પણ હક્કપત્રક નોંધ નં. ૭૫૯ થી વર્ષ ૧૯૭૩ થી સરકારી રેકર્ડમાં બોલે છે. તો પછી નવા સર્વે નં. ૧૦૦૪/૧, ૧૦૦૪૮૨, ૧૦૦૪/૩ કઈ રીતે બની ગયા. જે તપાસનો વિષય છે.’

ગૌચર જમીન ૧૦૦૪ વાળી અંજાર-આદિપુર રોડ ઉપર પ્રાઈમ લોકેશન ઉપર આવેલ છે. આ જમીનની હાલની બજારકિમંત ૨૦૦ કરોડ જેવી છે જેથી સર્વે નં. ૯૮૪ વાળી જમીનમાં મોટું કૌભાંડ આચરી અને મૂળ સર્વે નંબર બદલાવી નાખેલ છે. પરંતુ ગૌચર જમીન ૧૯૭૩ માં માપણી થયી અને જેનું કે.જી.પી. પણ થયી ગયેલ હતું.

નવાઈની વાત તો એ છે કે સર્વે નં. ૯૮૪ વાળી કુલ્લૂ જમીન એકર ૨૭-૩૯ ગુંઠા હતી પરંતુ જેની સામે ગૌચર સર્વે નં. ૧૦૦૪ એકર ૨૨ ૨૬ ગુંઠા હતી. જેથી તે નવી માપણી શીટમાં પૂરી કરવા માટે મેઘપર કુંભારડીના સર્વે નં. ૧૬૦ વાળી જમીન પણ આ અંજાર સીમમાં ભેળવી દેવામાં આવેલ છે.

• કાયદાની જોગવાઇ મુજબ કોઈ પણ જમીનમાં સર્વે નંબરમાં ફેરફાર થતા હોય અથવા તો ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોય તો પણ સક્ષમ અધિકારીનો હુકમ હોવો જોઈએ. પરંતુ આ કિસ્સામાં ક્યાય સક્ષમ અધિકારીનો હુકમ નથી અને હુકમ કર્યા વગર રોડટય કિંમતી જમીન જે પ્રાઇમ લોકેશન ઉપર આવેલ છે તે જમીન ખાનગી ખેડૂતોના નામે કરી દીધેલ છે.

હક્કપત્રકમાં નોંધ પ્રમાણિત કરતી વખતે પ્રમાણિત કરનાર અધિકારીએ ૮૪ વાળી જમીનને સર્વે નં. ૧૦૦૪ તરીકે કેવી રીતે પ્રમાણિત કરી દીધી જે તપાસનો વિષય છે અને આ માટે હક્કપત્રકનો નૌષ ૧૭૧૩, ૧૭૧૪ અને ૧૫ વાળી રીવીઝન લેવા માટે અપીલ કરવામાં આવશે કારણ કે ગૌચરની જમીન ખાનગી નામે કરી દેવામાં આવેલ

ખાસ સમજુતી માટેનું-

હક્કપત્રકની નોંધ ૭૫ વર્ષ ૧૯૭૩ થી ગીયર રેકર્ડ તરીકે નોંધાયેલ છે. કુલ્લૂ એકર ૨૨ – ૨૬ ગુંઠા

વર્ષ ૧૯૯૧ માં ગૌચર જમીન આ રીતે ખાનગી કરી દેવામાં આવેલ છે. ૧૦૦૪/૬, ૧૦૦૪/૨, ૧૦૦૪/૩ કુલ્લ એકર ૨૭-૩૯ ગુંઠા

સર્વે નં. ૧૦૦૪ માં ખાનગી ખેડૂતોને જમીન પૂરી કરવા માટે મેઘપર કુંભારડીના સર્વે નં ૧૬૦ અજાર સીમમાં બતાવી દેવામાં આવેલ છે આમ કરી મોટું કૌભાંડ આચરેલ છે.

• અંજાર સીમમાં ગૌચરની ૨૦૦૦ થી ૨૫૦૦ એકર જેટલી જમીન નીમ થયેલ છે જેના કે.જી.પી. થયી ગયેલ છે આવી જમીનોમોટા ભાગની દબાણ થયી ગયેલ છે. જુદા જુદા લોકોએ દબાવી લીધેલ છે ત્યારે કચ્છ કલેકટરશ્રી, આ ખાસ કિસ્સામાં અંજાર સીમની તમામ ગૌચર જમીની કે જી.પી. નાં આધારે માપણી કરાવે અને જયાં પણ જમીનો દબાઇ ગયેલ છે જે ખુલ્લી કરાવે, આ જવાબદારી કચ્છ કલેકટરશ્રીની છે. જેથી આ બાબતને ખુબ ગંભીરતાથી લઇ અને આવી કિમંતી જમીન ખાનગી ના થયી જાય અને ગીયર તરીકે ખુલ્લી કરાવે તેવી માંગણી કરવામાં આવે છે.

• મુંદ્રા સીડ્સ ફાર્મને જે જમીન મંજુર થયેલ હતી તે જમીન જાણકાર લોકો પાસેથી જાણવા મળેલ છે કે આ જમીન અજારથી વીડી જતા માર્ગ ઉપર સાંગ નદીના શેઢા ઉપર આવેલ છે તેવું જાણવા મળેલ છે પરંતુ ખોટી જગ્યાએ ગૌચર જમીનમાં માપણી કરી અને માત્ર માપણીના આધારે કોઇ પણ સક્ષમ ઓથોરીટીના હુકમ વગર સર્વે નં. ૯૮૪ વાળી જમીન ૧૦૦૪/૧, ૧૦૨૪/૨, ૧૦૦૪/૩ કઈ રીતે થ્યીમ ગયી જે નવાઈ પમાડે છે.

  • મૂળ સર્વે નંબર ૧૦૦૪ રદ્દ કર્યા સિવાય એ જ સર્વે નંબરના નવે સર્વે નંબરો કઈ રીતે બની ગયા તેની પણ તપાસ થવી જોઈએ.