આદિપુર પોલીસે 31 મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણને પકડયા
આદિપુર પોલીસ ટીમે 31 મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલીને ત્રણ ઈસમની ધરપકડ’ કરી હતી. આદિપુર પોલીસ ટુકડી વાહન તપાસ દરમ્યાન પોકેટ કોપ’ નામના સોફટવેરના માધ્યમથી ચોરીની બાઈક સાથે આરોપી મહેશને પકડીને યુકતિ-પ્રયુકિતથી પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન ભાંગી પડેલા આ આરોપીએ 31 મોટરસાઈકલની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. પોલીસે ચોરીના પ્રકરણમાં સામેલ રાપર તાલુકાના કાનમેરના આરોપી મહેશ ઉર્ફે ગુંડો રામુભાઈ વાઘેલા, જુમાભાઈ જાનમામદભાઈ સમેજા, સુલતાન સુમારભાઈ ધુનાની ધરપકડી કરી હતી. આ કૃત્યમાં સામેલ અન્ય આરોપી લખાભાઈ ઉર્ફે ગોગડી ખેતાભાઈ ભરવાડ, કાનાભાઈ ખેતાભાઈ ભરવાડ (રહે. ગાગોદર, તા. રાપર) પકડી’ પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આડેસર, ગાંધીધામ એ ડિવિઝન, આદિપુર અને મોરબી જિલ્લામાં વાહનચોરીનો ગુનાહિત ઈતિહાસ ધરાવનારા’ આરોપી મહેશે વાહન ચોરીને અન્ય આરોપીઓને વેચાણથી આપ્યા’ હતા. કાનમેર અને ગાગોદરમાંથી તહોમતદારોના કબજામાંથી ચોરીના 31 મોટરસાઈકલ કબજે લેવાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું.આ કામગીરીમાં આદિપુર પી.એસ.આઈ. બી.વી. ચૂડાસમાના નેતૃત્વ તળે’ એ.એસ.આઈ. સંગીતાબેન સાલિયા, હે.કો. વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, રાજુભાઈ મકવાણા, ભરતભાઈ’ કાનગડ, વિક્રમસિંહ હડિયોલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.