ચોરે બંધ કંપનીમાં પ્રવેશી રૂ.1,05,000ની મોટરોની ચોરીને અંજામ આપ્યો
કંડલા ફ્રી ટ્રેડ ઝોન સેક-2 પ્લોટ નં.37 મધ્યે આવેલ યુરો ટરાઉઝર્સ મેનીફેક્ચરિંગ પ્રા.લી.કંપનીમાં ચોર સાઈડ વાળા ગેટ વડે અંદર પ્રવેશી બારીનો રોડ કાપી સિલાઈ મશીનમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરી હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે કંપનીના મેનેજર ઉમેશભાઈ મંગારામ સાધનાનીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, કોરોનાની મંદીના કારણે તેમની કંપનીમાં ચાલતું પેન્ટ બનાવવાનું ઉત્પાદન બંધ છે જેથી કંપની બંધ હાલતમાં છે. હાલમાં ફરિયાદી કંપનીની દેખરેખ સંભાડે છે. ફરિયાદીને પગમાં ઇજા હોતા તેઓ પોતાના ઘરેથી લેપટોપની મદદ વડે કંપનીના સીસીટીવી ફોટોઝ જોઈ રહ્યા હતા તે દરમિયાન 24-1ના ફોટોજ તપાસ કરતાં રાત્રિના આશરે બે વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન અમુક શખ્સો કંપનીના સાઇડવાળા ગેટથી કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરતાં નજરે પડે છે. ચોર શખ્સો કંપનીની પાછળની દીવાલે આવેલ બારીના લોખંડનો રોડ કાપી અંદર પ્રવેશ કરી મોટરો ચોરી કરતાં નજરે પડે છે. આથી ફરિયાદીએ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતાં અમુક વસ્તુ અસ્ત વ્યસ્ત નજરે પડી હતી. તો સિલાઈ મસીનમાં ઉપયોગમાં લેવાતી 21 મોટરો ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. 1 મોટરની કી.લેખે 5000 મળી કૂ કિ.રૂ. 1,05,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની બહાર આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.