મિત્રની શાખ પર સોનું ખરીદી ખોટી સહીવાળો ચેક આપી છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મિત્રની શાખ પર સોનું ખરીદી ખોટી સહી વાળો ચેક આપી મિત્ર સાથે વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે વાયબલ હોસ્પિટલની સામે, હોસ્પિટલ રોડ, ભુજમાં રહેતા શૈલેષ નરોતમભાઇ પટેલે જેતપુરના દેવકી ગાલોલમાં રહેતા શૈલેશભાઈ છગનભાઈ ઉંધાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.21-12ના આરોપી શૈલેષ ઉંધાડે ફરિયાદીને ફોન પર જણાવ્યુ તમારા ઓળખીતા સોની ભુજમાં હોય તો મારે કાચું સોનું ખરીદવું છે. જેથી ફરિયાદીએ હોસ્પિટલ રોડ ભુજ મધ્યે સ્થિત અનીલ મગનલાલ જ્વેલર્સની દુકાનમાથી પોતાની શાખ પર એક 100 ગ્રામનું અને એક 50 ગામનું બિસ્કિટ મળી કુલ.કિ.રૂ. 8,45,630નું કાચું સોનું અપાવેલ હતું. જેની અવેજમાં આરોપીએ નિલેશકુમાર રાઠોડનો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ચેક આપેલ હતો અને પોતાની પત્નીના પાનકાર્ડની નકલ આપેલ હતી. ત્યારબાદ દુકાનદારે નિયત કરેલ તારીખ 26-12ના ચેક બેંકમાં જમા કરાવતા ચેકમાં ખોટી સહી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીનો સંપર્ક કરતાં તે રૂબરૂ મળી ન આવી અવાર-નવાર ખોટા વાયદાઓ આપે છે પરંતુ ફરિયાદીને સોનું કે પૈસા ન આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરેલ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.