ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૬૫ તથા ફોરવ્હીલ, મો.ફોન મળી | કુલ રૂ. ૩,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ –
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા દારૂ જુગારના કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન સ્ટાફના યોગરાજસિંહ રાણા, યશપાલસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં જોગસપાર્ક પાસેથી આરોપીઓ (૧) સાગરભાઇ ઉર્ફે સાગરો હંસરાજભાઇ ચાંદ્રા રહે. દિ.પ્લોટ-૪૯, જડેશ્વર વસ્તુ ભંડાર પાસે, જામનગર (૨) રાજેશભાઇ ઉર્ફે રાજ જગદીશચંદ્ર લખીયર રહે. દિ.પ્લોટ-૫૮, હીંગરાજ ચોક, જામનગર વાળાના કબ્જાની સ્વીફટ ડીજાઇર કાર જી.જે.૧૦ બીજી ૨૩૮૮ માંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ- ૬૫ કિ.રૂ. ૨૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૩૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ પ્રોહીબીશન ધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર સુરેશ ઉર્ફે મેનો બાબુભાઇ ભદ્રા રહે, દિપ્લોટ-૫૮ જામનગર વાળાને પકડી પાડવા કાર્યવાહી ચાલુમા છે.