ગળપાદરમાં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો –

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારીને’ માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરાતાં બે શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજાર તાલુકાના મેઘપર બોરીચી પીજીવીસીએલ પેટા કચેરીમાં’ જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા અજય શાંતિલાલ જેઠવાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી અને અન્ય કર્મચારી ચિરાગ પરમાર આજે સવારે ગળપાદર ગામે’ વીજ ચેકિંગમાં ગયા હતા. ગામમાં રામાપીરના મંદિર પાસે આવેલા એક ઘરમાં આ બંને તપાસ અર્થે ગયા હતા. વિરડા બીજલ ભચુભાઇનાં નામે આવેલ આ મીટરની તપાસ કરી રહ્યા હતા ત્યારે’ આરોપી મ્યાજર ત્યાં આવી કેમ મારા ઘરમાં ચેકિંગ માટે આવેલ છો ? થોડીવાર બાદ એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે આ કર્મીઓને’ ગાળો આપતાં સરકારી કર્મચારીઓએ ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ થપ્પડ મારી ધક્કા-મુક્કી કરી તેમને બહાર કાઢ્યા હતા અને બીજી વખત ચેકિંગમાં આવ્યા છો તો મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.