આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ,ભુજ નાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચન કરેલ હોઇ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રિવેદી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ગઇકાલ તા-૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ દર્શનભાઇ રઘુભાઇ રાવલ, તથા પો.કોન્સ. મથુરજી બચુજી કુડેચા નાઓને સયુકત રીતે બાતમી મળેલ કે, રામદેવ રાજસ્થાની હોટલની પાછળના ભાગે લુણેખાન ખમીસખાન નામનો ઇસમ ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે છે. અને હાલે તે સગેવગે કરવાની પેરવીમાં છે. જે મળેલ બાતમી આધારે તુરત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના મુદ્દામાલ સાથે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. → પકડાયેલ આરોપીઃ-

લુણેખાન ખમીસખાન સીંધી ઉ.વ.૩૮ રહેહાલે-રામદેવ રાજસ્થાની હોટલ મોટા કપાયાસીમ તા-મુદરા મુળરહે-તેજા કી બેરી થાના-સાઇલા તા-સાઇલા જીલ્લો-જાલોર(રાજસ્થાન) મુદામાલની વિગતઃ-

ડીઝલ લીટર ૭૦૦ જેની કિ રૂ.૬૬,૫૦૦/- ડીઝલ કાઢવાની ડંકી જેની કિ.રૂ.૨,૦૦૦/-

૧૦ ફુટ લાંબી પ્લાસ્ટીકની પાઇપની કી.રૂ.૨૦૦/-

એમ કુલે કિ.રૂ.૬૮,૭૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. • આ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ

આ સફળ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબની સુચનાથી એ.એસ.આઇ. દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ વજુભા વાઘેલા તથા દર્શનભાઇ રઘુભાઇ રાવલ તથા પો.કોન્સ. મથુરજી બચુજી કુડેચા તથા મુકેશભાઇ જેતાભાઇ ચૌધરીએ રીતેના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં રહેલ હતા.