સઈમાં બોલેરો કારચાલક દેશી બંદૂક સાથે ઝડપાયો
રાપર તાલુકાના સઈ પાસે હથિયાર સાથે એક શખ્સને સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ દબોચી લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે એલ.સી.બી. દ્વારા’ સઈ ગામથી ખારિયાવાંઢ તરફ જતા રસ્તા ઉપર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જી.જે. 18.એ.એચ. 2559 નંબરની બોલેરો કારની તપાસ દરમ્યાન આરોપી વિજય રાયધણ કોલીના કબજામાંથી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી. બંદૂકની કિંમત રૂા. બે હજાર આંકવામાં આવી છે. આ ઉપરાંત બે જીવતા કાર્ટીઝ પણ કબજે કરાયા હતા. પોલીસે હથિયારધારા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમએમ જાડેજા પીએસઆઇ એસ એસ વરૂ તથા વી આર પટેલ અને એલસીબી સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.