મમુઆરામાં જુગાર રમતા 8 જુગારીઓને 7,74,000ના મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસે ઝડપ્યા

પધ્ધર પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મમુઆરામાં રહેતો  હમીર રૂડા જાટિયા મમુઆરા ગામની પૂર્વ સીમ વિસ્તારમાં આવેલ વાડી પર બંધ ઓરડીમાં બહારથી ખેલીઓને બોલાવી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા અમુક શખ્સો ગોળ કુંડાળું કરી ગંજીપાના વડે જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે  જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સોને વાડી અંગે પૂછતા વાડી હમીર રૂડા જાટિયાની  હોવાનું જણાવ્યુ હતું. જે દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 8 શખ્સો પાસેથી રોકડા રૂપિયા 2,29,000, 9 મોબાઈલ ફોન કિ.રૂ.45,000 તથા GJ-03-CR-8710 ઇનોવા કાર કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ. 7,74,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. નરસિંહ ગોપાલ જાટીયા આહિર રહે મમુઆરા તાલુકો ભુજ
  2. હરિવાલા આહીર ઉમર વર્ષ 50 રહે મમુઆરા તાલુકો ભુજ
  3. પંકજ બાબુભાઈ ગોયલ આહિર ઉંમર વર્ષ 41 રહે કુકમા તાલુકો ભુજ
  4. હસમુખ ગોવિંદ ચાવડા આહિર ઉંમર વર્ષ 44 રહે મમુઆરા તાલુકો ભુજ
  5. મનોજ નરસિંહ ગુસાઈ ઉંમર વર્ષ 33 રહે મમુઆરા તાલુકો ભુજ
  6. નવલસિંહ હઠુભા વાઘેલા ઉંમર વર્ષ 41 રહે વર્ધમાન નગર  માધાપર નવાવાસ તાલુકો ભુજ
  7. કમલેશ કરસનભાઈ સોની ઉંમર વર્ષ 42 રહે મૈત્રી પાર્ક માધાપર જૂનાવાસ તાલુકો ભુજ
  8. રાજેશ વાલજી ચાવડા આહિર ઉંમર વર્ષ 50  રહે લાખોંદ તાલુકો ભુજ