માધાપર હાઇવે પર એક્ટિવા તથા છોટા હાથી ગાડીનું અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક આધેડનું મોત નીપજયું

માધાપર હાઇવે પર છોટા હાથી ગાડીના ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લેતા તેમનું મોત નીપજયું હતું. આ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં રાજેશભાઈ ગોવિંદભાઈ પરસોડાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, મૂળ પાટીદળ-ગોંડલના તેના ભાઈ મનોજ હાલમાં ભુજની જીઈબી કોલોનીમાં રહે છે. તા.4-2ના ફરિયાદીના ભાઈ મનોજભાઈ GJ-12-ED-5853 દ્વારા ભૂજોડીથી ભુજ આવી રહ્યા હતા તે દરમિયાન માધાપર હાઈવે પર GJ-12-AZ-2340ના છોટા હાથીના ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે અને ગફલતભરી ચલાવી એક્ટિવાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મનોજભાઈને માથાના કપાળના ભાગે ઇજાઓ પહોચતા જી.કે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજયું હતું. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. પોલીસે છોટા હાથીના વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.