મેઘપર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોવડ જામનગર
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર ચાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના તેમજ ડ્રાઇવ આપવામાં આવેલ હોય જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.વી.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન પોલીસ સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, લખધીરસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, તથા કરણસિંહ જાડેજાને મળેલ બાતમી મળેલ કે મેઘપર પો.સ્ટે. પ્રોહી ગુનામાં નાસતો ફરતો આરોપી ભગવાનભાઇ ભાનુભાઇ ડાંગર ઉ.વ.૨૫,રહે. બાલાસરી ગામ, તા.રાપર જી.કચ્છવાળો જામનગર જીલ્લામાં આવતા આરોપીની વોચ રાખી આરોપીને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર મેઘપર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.