મીઠીરોહર અને પડાણાની સીમમાં ચાલતી દેશી શરાબની ભઠ્ઠી પકડાઈ

કચ્છમાં શરાબનું દુષણ બેકાબુ બની રહ્યું છે ત્યારે ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર સીમ અને પડાણા સીમમાં આરઆરસેલના સ્ટાફે દરોડો પાડીને શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પૂર્વ બાતમીના આધારે મીઠીરોહર ગામની સીમમાં દેશીશરાબની ભઠ્ઠી ચલાવતા ઇબ્રાહીમ ઓસમાણને ત્યાં રેડ પાડવામાં આવી હતી, સ્થળ પરથી દેશીશરાબ બનાવવાનો આથો 1 હજાર લીટર સહિત સાધનો મળી 3 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ પડાણા ગામની સીમમાં નદીના પટમાં રમજુ મામદ ગંઢના કબ્જામાંથી આથો લીટર 3 હજાર કિંમત રૂ. 6 હજાર, લીટર શરાબ 72 સહિત 10,440 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સંચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *