મેધપર કુંભારડીમાં યુવક ઉપર ચાર ઇસમો દ્રારા લોખંડના પાઈપથી હુમલો

અંજાર તાલુકાના મેધપર કુંભારડી ખાતે આવેલા અરીહંતનગરમાં ચાર શખ્સોએ વિનયભાઈ ભોજરાજભાઈ માંગલીયાને લોખંડના પાઈપ વડે મારમાર્યો હતો. તેઓને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાઇટ નાખવા મુદે મામલો બીચક્યો હતો. આ ઘટનામાં અંજાર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવ્યો છે.