વરસામેડી સીમમાં તસ્કરીમાં 7 વર્ષથી ફરાર શખ્સ પકડાયો

અંજાર તાલુકાનાં વરસામેડી સીમમાં વેલસ્પન કંપની પાસેથી એલસીબીએ તસ્કરીના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો શખ્સ પકડી પાડ્યો હતો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બાંચના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાત્રિના અરસામાં ટીમ પેટ્રોલીંગમાં હતી. તેવામાં અંજાર તાલુકાનાં વરસામેડી સીમમાં આવેલ વેલસ્પન કંપનીના ગેટ નજીક દરોડો પાડ્યો હતો. ત્યારબાદ તસ્કરીના બે ગુનામાં પાછલા સાત વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો શખ્સ શંકર સુંઢા કોલી, રહે પલાંસવાવાળાની અટક કરી લીધી હતી અને શખ્સને અંજાર પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.