પાટણ : બુટલેગરની કાર ટકરાતા 2 યુવકોના મૃત્યુ, રસ્તા પર થઈ બિયરની રેલમછેલ

પાટણના સિદ્ધપુરના કલાણા અને દશાવડા રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બુટલેગરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના બનાવ સ્થળે મૃત્યુ નીપજયું છે. અકસ્માતમાં બુટલેગરની કાર પલટી ગઈ હતી. જેથી કારમાં રહેલો  બિયર રસ્તા પર ફેલાઈ ગયો હતો. અકસ્માત થતાં મોટી સંખ્યામાં રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત બાદ બુટલેગર ગુમ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ બનાવ સ્થળે પહોચ્યા હતા. શરાબની કાર સાથે થયેલા અકસ્માતથી રસ્તા પર શરાબ અને બિયરની રેલમછેલ જોવા મળી હતી. પાટણના સિદ્ધપુર નજીક કલાણા અને દશવાડા રસ્તા પર થયેલા અકસ્માત બાદ મોટી સંખ્યામાં વ્યક્તિઓના ટોળા ઉમટ્યા હતા. જ્યારે અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુયકોના મૃત્યુ નિપજ્યાં 108 મારફતે પીએમ કરવા પાટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધીને બુટલેગરને પકડી પાડવા માટેની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *