શૈક્ષણિક વર્ષ 2018-2019ના માટેની પ્રવેશ કાર્યવાહી થઈ છે

જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં યુપીએસસી-જીપીએસસીની પરીક્ષા આપવા ઈજનેરી, સાયન્સ, કોમર્સ બેકગ્રાઉન્ડના 2000થી વધુ વિદ્યાર્થીએ બીએમાં પ્રવેશ મેળવ્યો છે.પ્રવેશ કમિટીએ હાથ ધરેલી પ્રવેશ કાર્યવાહી અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000થી વધુ વિદ્યાર્થીઓએ જુદીજુદી આર્ટ્સ કોલેજોમાં પ્રવેશ માટે રસ દાખવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની એડમિશન કમિટીએ અમદાવાદ શહેર, ગ્રામ્ય વિસ્તારની 40 કોલેજોની 14580 બેઠકો પર શૈક્ષણિક વર્ષ 2018-2019ના માટેની પ્રવેશ કાર્યવાહી થઈ છે. 12558 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.જ્યારે 2022 બેઠક ખાલી રહી છે.