અંતે કચ્છમાં મુખ્યમંત્રી દ્રારા ઢોરવાળા શરૂ કરવાનું મુહુર્ત નિકળ્યું : સરકારે પરીપત્ર જાહેર કર્યો

અછતગ્રસ્ત કચ્છમાં આખરે પશુધન માટે ઢોરવાડા ચાલુ કરવાનું મુહુર્ત નિકળ્યું ખરું આના માટે સરકાર દ્રારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ઓછામાં ઓછા 300 અને વધુમાં વધુ 1000 ઢોરીની નિભાવણી કરવામાં આવશે તો ઢોરવાળાની સ્થળ પંસદગીનો માપદંડ પણ રાખવામાં આવ્યો છે. ઢોરવાળાની મંજૂરી આપતા અને મંજુરી બાદ સ્થળની ખરાઈ કરવી પડશે. જો મંજુરીમાં વિલંબ થશે તો કલેક્ટર અથવા મામલતદાર સાહેબની જવાબદાર ગણાશે રાજ્યનાં મહેસુલ વિભાગ દ્રારા કચ્છ સહિતના રાજ્યોમાં દુષણગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાળાશરૂ કરવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેની અંદર કચ્છમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાકને પશુધન માટે ઢોરવાળા શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. ઢોરવાળા શરૂ કરવાની જાહેરાત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા કચ્છની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. જેમાં અબડાસા લખપત તાલુકો તેમજ અન્ય જગ્યાઓ ઉપર ઢોરવાળા ચાલુ કરવા માટે મુહુર્ત નિકળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *