ચીરઈના બેન્સામાંથી 1.66 લાખની તસ્કરી

ભચાઉ તાલુકાનાં નાની ચીરઈ ગામ પાસે આવેલા લાકડાના એક બેન્સામાં ધૂસી નિશાચરો તેમાંથી બેટરી, લોખંડના એન્ગલ, મોટર વગેરે મળીને કુલ રૂ. 1,66,000ની મતાની તસ્કરી કરીને નાસી છૂટયા હતા. નાની ચીરઈ પાસે આવેલા શિવવૂડ પ્રોડક્ડ નામના બેન્સામાં ગત તા 6/12 ના રાત્રના અરસામાં તસ્કરીની ઘટના બની હતી. આ બેન્સાની બાઉન્દ્રી ઠેંકી નિશાચરો અંદર ખાબકયા હતા. અંદરથી લોખંડની એન્ગલ નંગ- 150, બે જનરેટરની બેટરી, ઇલેક્ટ્રીક મોટર નંગ-5 તથા લાકડાની તૈયારી કરેલી પટ્ટીના બંડલ નંગ-40 એમ કુલ રૂ. 1,66,000ની માલ મતાની ચોરી કરી ઇસમો નાસી છૂટયા હતા. ખાનગી સુરક્ષા કર્મી હોવા છતાં તસ્કરીની ઘટના બનતા ભારે ચકચાર પ્રસરી હતી. આ બેન્સામાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા છે પરંતુ તેમાં ખાસ કાંઇ દેખાતું ન હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યુ હતું. આ ઘટના અંગે સુશીલ ધર્મપાલ ગર્ગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *