પ્રોહીબુટલેગર્સ નેપાસા” હેઠળ વડોદરા અને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપતી એલ.સી.બી. જામનગર
પોલીસ મહાનિરિક્ષક શ્રી.અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ-રાજકોટ નાઓએ જામનગર જીલ્લામાં પોહી બુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ તેમજ અસામાજીક પ્રવૃતિ આચનાર ઇસમો ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી જે વી ચૌધરી નાઓને સૂચના કરવામા આવેલ, જેથી સીટી એ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ બી ગજ્જર તથા સર્વેલન્સ પો સ.ઇ.શ્રી બી એસ વાળા અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સૌરભ પારધી સાહેબ નાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી નાઓએ નીચે જણાવેલ બે ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતા, જે પાસા વોરંટની બજવણી પોલીસ ઇન્સ.શ્રી જે વીચૌધરી નાઓ કરી.સુરત તથા વડોદરા જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.