જામનગર શહેર, રણજીતસાગર રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટી માંથી ડુપ્લીકેટ તમાકુ બનાવતી મીની ફેક્ટરી પકડી પાડતી જામનગર એસ.ઓ.જી .

જામનગર જીલ્લાના પોલીસ અઘેિલા શ્રી પ્રેમસુખ કૈલુ સાહેબે જામનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી, ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા. દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ અરજણભાઈ કોડીયાતર તથા રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ ને મળેલ બાતમી આધારે જામનગર રણજીતસાગર રોડ, અલ્ઝબાદ બેંકની પાછળ, મંગલદીપ સોસાયટી શેરી નંબર-ર માં રહેતા જીતેષ ઉર્ફે જીતુ વાણંદ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં પેકિંગ મશીન રાખી તમાકુમાં ભેળસેળ કરી બાગબાન ૧૩૮ તમાકુના ડુપ્લીકેટ પાઉંચ બનાવી તેનું વેચાણ કરતા હોય જેથી સદર જગ્યાએ રેઇડ કરતા ત્યાથી (૧) બાગબાન તમાકુ ૧૩૮ લખેલ પાચ નંગ-૯૦૦ (૨) લુજ તમાકુનુ એક કિલો (૩) બાગબાન તમામ ૧૩૮ લખેલ પાઉચ પેકીંગ કરવાના પ્રીન્ટીંગ સેલ (૪) પાઉંચ પેકીંગ કરવા માટેનું હાથ બનાવટનું એસેમ્બલ) ઈલેક્ટ્રીક મશીન મળી કુલ કિં.રૂ.૧,૦૯,૦૮૦/- નો મુદામાલ પકડી સીટી “એ” ડીવી, પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.