પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ કેબલ ચોરી કરનારી ટોળકીને દબોચી
પશ્ચિમ કચ્છની’ ગુનાશોધન શાખાની પોલીસ ટુકડીએ’ જિલ્લાના જુદા-જુદા મથકોમાં કેબલચોરીના કૃત્યને અંજામ આપી તરખાટ મચાવનારી ટોળકીને પકડીને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે જુદા-જુદા 10 ગુનામાં સામેલ ચાર આરોપીને પકડી પાડયા હતા. પશ્ચિમ કચ્છમાં’ છેલ્લા લાંબા સમયથી કેબલોની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે તહોમતદાર’ મુસ્તાક આમદ નારેજા (રહે. જદુરા,’ તા. ભુજ), યાહવા ઉર્ફે જાવેદ કાસમ થેબા (રહે. જદુરા, તા. ભુજ), બશીર કાસમ થેબા (જદુરા, તા. ભુજ), જુસબ ઈસ્માઈલ કુંભાર (રહે. મોટા રેહા બસ સ્ટેશનની પાસે, તા. ભુજ)ની ધરપકડ કરી હતી.પોલીસે ઉમેર્યું હતું કે, ગેરકાયદેસર રીતે નાણાં કમાવવા માટે આ ટોળકીના સભ્ય આરોપીઓએ માનકૂવા પોલીસ મથકની હદમાં આવતા વિભિન્ન સ્થળોથી કોપર તથા એલ્યુમિનિયમના કેબલોને’ ચોરી કરીને કુલ 10 ગુનાને અંજામ આપ્યા હતા અને’ કુલ રૂા. 3,46,600ના મુદ્દામાલની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓ’ પાસેથી’ રૂા. 56,500નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. એલ.સી.બી. પી.એસ.આઈ. ટી.બી. રબારીએ’ સરકાર તરફે’ આ ટોળકીના સભ્યો વિરુદ્ધ’ વિધિવત રીતે માનકૂવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે વધુ તપાસ આરંભાઈ છે.