ડોક્ટરશ્રીના પ્રીસ્ક્રીપ્શન વગર CODESS-T સીરપ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર શહેર/જીલ્લામાં દારૂ તથા નશાકારક પ્રતિબંધીત પીણા વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે હક્કિત મળેલ કે, ઇર્શાદભાઇ હારૂનભાઇ પઠાણ તથા જાહગીંરભાઇ અહેમદભાઇ પઠાણ પ્રતિબંધીત નશાકારક સીરપ કોઇપણ બીલ કે લાયસન્સ વગર તેમજ ડોકટરશ્રીના પ્રીસ્ક્રીપ્શન વગર વર્ધમાન મેડીકલ સ્ટોલ ( હલુરીયા-ક્રેસન્ટ રોડ) પાસે મેળવી નશાના હેતુથી વેચાણ કરવાના ઇરાદે ખરીદ કરેલ જે અંગે સદરહુ જગ્યાએ જઇ તપાસ કરતા બન્ને મજકુર પાસેથી Codeine Phosphate & Triprolidine Hydrochloride Syrup CODESS-T, 100 ml લખેલ બોટલ જેના MRP 135/00 લખેલ પ્લાસ્ટીકની નાની બોટલ નંગ-૧૦ ની કિ.રૂ.૧૩૫૦/-તથા તે સીરપ વર્ધમાન મેડીકલ સ્ટોર (હલુરીયા-ક્રેસન્ટ રોડ)માં કામ કરતા ગીરીશભાઇ રમેશભાઇ ધામેલ તથા બજરંગ મેડીકલ સ્ટોર ખેડુતવાસમાં કામ કરતા કમલેશભાઇ જગજીવનભાઇ યાદવ વાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા તે બન્ને ઇસમો તથા બન્ને મેડીકલ સ્ટોર વાળા વિરૂધ્ધ ધોરણસર થવા કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે, અને આગળની તપાસ ગંગાજળીયા પોલીસ ચલાવી રહી છે.
- પકડાયેલ ઇસમ:-
(૧) ઇર્શાદભાઇ હારૂનભાઇ પઠાણ રહે. સુભાષનગર, ભાવનગર (૨) જાહગીંરભાઇ અહેમદભાઇ પઠાણ ઉ.વ.૩૧ રહે. હાદાનગર ભાવનગર
(૩) ગીરીશભાઇ રમેશભાઇ ધામેલ ઉ.વ. ૪૧ ધંધો વર્ધમાન મેડીકલમાં નોકરી
(૪) કમલેશભાઇ જગજીવનભાઇ યાદવ ઉ.વ.૩૬ ધંધો બજરંગ મેડીકલ ખેડુતવાસ
ભાવનગર
કબજે કરેલ મુદામાલ – CODESS-T, 100 ml ૧૦ બોટલની કિ.રૂ.૧૩૫૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-
પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જે.આર.મારૂ તથા હેડ.કોન્સ. વાય.એન ગોહિલ તથા પો.કોન્સ હારીતસિંહ ચૌહાણ તથા મહેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.