ભુજમાં અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લેતા યુવક ઇજાગ્રસ્ત
ભુજમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવકને ઇજાઓ પહોચતા સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ અંગે મનોજભાઈ કાંતિલાલ ડાભીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.14-2ના તેમના મોટા ભાઈ દિલીપભાઈ સાગર ગેસ્ટ હાઉસ સામે પગપાળા ચાલી જઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના ભાઈને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. રોડ પર પટકાયેલ દિલીપભાઈને ઇજાઓ પહોચતા તેમને સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ દિલીપભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હોવાથી વધુ સારવાર અર્થે ડિવાઈન કચ્છ લાઈફ કેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ભુજ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.