રોહા પાસે બલ્કર અને કારનો અકસ્માત સર્જાતા  એકનું મોત, એક ઈજાગ્રસ્ત

acsident

આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર  તા.17-2ના ભુજ નલિયા હાઈવે રોડ પર રોહા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ભુજ ડિવાઈન હોસ્પિટલના ડો.વિષ્નુ રાઠવા પોતાની માલીકીની GJ-06-HS-2368 કાર દ્વારા કામ અર્થે નલિયા જઈ રહ્યા હતા તે દરમિયાન પિયુસ લેહરિભાઈ પરમાર પણ તેમની સાથે હતા અને પિયુષ ભાઈ ગાડી ચલાવી રહ્યા હતા. તે સમય દરમિયાન લીલાવતી પેટ્રોલ પંપથી થોડે આગળ ભુજ નલિયા હાઈવે રોડ પર રોહા ગામના પાટિયા નજીક પહોચ્યા ત્યારે સામેથી આવી રહેલા GJ-12-BZ-6345ના બલ્કર ચાલકે  પોતાના કબજામાં રહેલ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં ચલાવી કાર સાથે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક તથા કાર સવાર બંનેને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ભુજ ડિવાઈન હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પિયુસ લેહરિભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્માત સર્જી બલ્કર ચાલક અકસ્માત સ્થળેથી નાસી ગયો હતો. નખત્રાણા પોલીસે બલ્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.