ગાંધીધામ KASEZ માંથી થયેલ સિગરેટની ચોરીમાં સંડોવાયેલ બે સિક્યુરીટી ગાર્ડ તથા અન્ય બે આરોપીને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ      

ગાંધીધામ કાસેઝમાં કસ્ટમે સિઝ કરેલી સિગારેટ ચોરાઇ જતા ગુનો દાખલ થયા બાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.                            સિગરેટની ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ બાબતે માહિતી મેળવવા સારૂ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન શોર્સના માધ્યમોથી બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાસેઝમાંથી થયેલ સિગરેટ ચોરીમાં સંડોવાયેલ બે સિક્યુરીટી ગાર્ડ તથા અન્ય બે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં કાયરેસ૨ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.  પકડાયેલ આરોપીઓ (૧) સલીમ અબ્દુલ ફફલ રહે. કિડાણા તા.ગાંધીધામ (૨) કાસમ અલી મથડા રહે.કિડાણા તા.ગાંધીધામ (૩) કૌશલ ઉર્ફે મોનુ   રહે. કસ્ટમ કોલોની ઝોન ગાંધીધામ (૪) સલમાન સુભાન અલી રહે-કસ્ટમ કોલોની ઝોન ગાંધીધામ. આ કામગીરી પોલીસ ઈન્સપેકટર  એમ.એન.દવે સાહેબ ની સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.