ભુજ શહેરનો આજે 471 માં વર્ષમાં મંગલ પ્રવેશ.

આજથી અગાઉ 470 વર્ષ પહેલા વિક્રમ સવંત 1605 માં માગસર સુદ પાંચમના દિવસે રાવશી ખેંગારજી પહેલાએ ભુજ શહેરની કચ્છના પાટનગર તરીકે સ્થાપના કરેલ.

રાજાશાહી સમયથી જ ભુજને એક વિશેષ દ્રષ્ટિ એ જોવામાં આવ્યું છે. અનેક વિધ ચડતી પડતીના સાક્ષી એવા ભુજ અને ભુજીયા ડુંગરની મુલાકાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આજ ભુજ શહેરનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

આજરોજ ભુજના ઐતિહાસિક સ્થળ એવા પ્રાગમહેલ પેલેસ નિ શુલ્ક કચ્છવાસીઓ માટે ખુલ્લુ મૂકવામા આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *