ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ઈન્ટર્ન ડોક્ટરના મોબાઈલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

ભુજ જી. કે. જનરલ (અદાણી) હોસ્પિટલમાં ડોકટરની ઈન્ટર્નશીપ કરતા યુવાન છાત્રનો 25 હજારની કિંમતનો મોંઘેરો મોબાઈલની ચોરી અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડોકટરની ઈન્ટર્નશીપ કરતા મૂળ અમદાવાદના મીતભાઈ હાર્દિકભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારે જી. કે. જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ખુલ્લા વેઈટીંગ વિસ્તારમાં તે મોબાઈલમાંથી જોઈ ફોર્મ ભરી રહ્યા હતા. તે દરમિયાન મોબાઈલ ખુરશી પર મુકી ઈ.એન.ટી. વિભાગમાં સહી-સિક્કા કરવા ગયા તે સમયે જ કોઈ અજાણ્યો ચોર શખ્સ રૂા. 25 હજારની કિંમતનો વનપ્લસ એઈટ મોબાઈલ ફોન સેરવી ગયો હતો. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.