લોડાઈમાં દારૂની 50 બોટલ સાથે બે આરોપી ઝડપાયા
પદ્ધર પોલીસ ગઈકાલે રાત્રે લોડાઈ તરફ પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમીના આધારે ખેંગારપરથી રવેચી માતાના મંદિર તરફ આવતા રસ્તે ખેંગારપરના હિતેશ માવજી ડાંગરને પદ્ધર પોલીસે બે દારૂની બોટલ કિં. રૂા. 700 સાથે પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેની પૂછતાછ કરતા તે આ દારૂની બોટલ લોડાઈના વાલજી લખણા ગાગલ પાસેથી લાવ્યાનું જણાવી હજુ પણ તેના ઘરે દારૂ હોવાની કેફિયત આપી હતી. આથી પોલીસે વાલજીના ઘર ઉપર રેડ પાડી અલગ-અલગ બ્રાન્ડની 48 દારૂની બોટલ કિ. રૂા. 16,800 સાથે પકડી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂા. 17,500ના દારૂ, રોકડા રૂા. 26,400 તથા બે મોબાઈલ કિંમત રૂા. 10,000 તથા એક મોટર સાઈકલ કિં. રૂા. 25,000 એમ કુલ્લે રૂા. 78,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વાલજીને આ માલ ભચાઉ તાલુકાના ચીરઈનો બુટલેગર અરવિંદસિંહ પાસેથી મળ્યો હોવાનું જણાવતા પોલીસે ત્રણે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.