નખત્રાણા પોલીસે દારૂની 21 બોટલ ઝડપી: આરોપી ફરાર

નખત્રાણા પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નખત્રાણા વથાણ ચોક પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આનંદનગર સોસાયટીમાં રહેતો રાજેશ ઝવેરદાન ગઢવી પોતાની મો.સા.થી અર્ચના સ્કૂલ પાસે બાવળોની ઝાડીમાં રાખેલ ઈંગ્લિશ દારૂ વેચાણ અર્થે લેવા જાય છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી 2 બોક્ષમાં રહેલ ઈંગ્લિશ દારૂની 28 બોટલ કી.રૂ.8,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી રાજેશ ઝવેરદાન ગઢવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.