કુકમામાં યુવકને વ્યાજ માટે માનસિક ત્રાસ આપી ધમકીઓ આપતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કુકમામાં રહેતા ફિરોજ ઈબ્રાહિમ ખલીફાએ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ભાવિનભાઈ મોહનલાલ ઠક્કર, રાજભા ગોહિલ તથા હનીફ સમેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

આ અંગે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમને રૂપિયાની જરૂર હોતા પોતાના મિત્ર ભાવિનભાઈ પાસેથી દસ લાખ રૂપિયા માસિક અઢી ટકાના દરે વ્યાજથી લીધેલ હતા. ફરિયાદીએ આરોપી ભાવિન ભાઈને બેન્ક સેંટરલ બેન્ક ઓફ ઈંડિયાના કોરા ચેક સહી કરી આપેલ હતા. ફરિયાદી દર મહિને આરોપીને 37000 રૂપિયા વ્યાજ પેટે રોકડા ચૂકવે છે. ત્યારબાદ ગયા વર્ષે ફરિયાદીને દુકાનનું સમારકામ કરવા અર્થે રૂપિયાની જરૂરત સર્જાતા ફરી આરોપી ભાવિનભાઈ પાસેથી 10 લાખ રૂપિયા અઢી ટકાના દરે લીધેલ હતા. આમ તેઓ ભાવિનભાઈને 20 લાખનું દર મહિને 60,000 વ્યાજ ચૂકવતા હતા. ફરિયાદીએ 2016માં તેમના મિત્ર રાજભા ગોહિલ પાસેથી 3,50,000 રૂપિયા ત્રણ ટકાના દરે લીધેલ હતા. ફરિયાદીએ રાજભાને ત્રણ લાખ મુદ્દલ તથા વ્યાજ ચૂકવી આપેલ હોવા છતા ત્રણ લાખનું લેણું બતાવી વ્યાજના પૈસા માટે ધમકીઓ આપે છે. ફરિયાદીએ સાતેક માસ અગાઉ તેમના ઓળખીતા હનીફ સમેજા પાસેથી 5,70,000 રૂપિયા 60,000 વ્યાજ પેટે લીધેલ હતા. ત્યારબાદ આરોપી ભાવિન ઠક્કરે ફરિયાદીને ફોન દ્વારા સંપર્ક સાધી દસ લાખ રૂપિયા મારા પિતાજીને કેએમ હજુ સુધી પહોચાડેલ નથી કહેતા ફરિયાદીએ કહેલ કે આ મહિને મારી પાસે પૈસાની સગવડ થયેલ નથી. અને મારે માથે ઘણું દેવું થઈ ગયેલ હોઈ આટલા ધંધા ઉપર બધાનું દેવું કઈ રીતે ચૂકવી સકું કહેતા આરોપીએ ફરિયાદીને વીસ લાખ મુદ્દલ તેમજ છેલ્લા બે મહિનાના રૂપિયા એક લાખ વીસ હજાર વ્યાજ સાથે તૈયાર રાખજે નહિ તો મને રૂપિયા કઢાવતા આવડે છે કહી ધમકી આપી હતી કે, તારે શાંતિથી જીવવું હોય તો રૂપિયા તેમજ વ્યાજ સમયસર આપી દેજે નહિતર જાનથી મારી નાખીશ. ફરિયાદીએ આઠેક માસ અગાઉ ભાવિનભાઈ પાસેથી વધુ એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલ જે એક માસમાં પાછા આપવાના હતા જે સમયસર ન આપી શકતા ભાવિનભાઈ ફરિયાદીની દુકાને જઈ ફરિયાદીને ડરાવી ધમકાવી તું ગમે તે કાર મને અત્યારે જ રૂપિયા જોઈસે કહી ફરિયાદી પાસેથી 1,40,000નો ફોન બળજબરી પૂર્વક લઈ લીધેલ હતો. તો હનીફ સમેજા ઉર્ફે રોકભાઈ ફરિયાદીની દુકાને જઈ કહેવા લાગેલ કે મારા રૂપિયા તેમજ વ્યાજ આ મહિને કેમ આપેલ નથી જેથી ફરિયાદીએ કહેલ કે તમારા ત્રણેયને મારે વ્યાજ ચૂકવાનું થતું હોઈ મારી પાસે તમને ચૂકવવા રૂપિયા નથી. તો આરોપી હનિફે વ્યાજના રૂપિયા દર મહિને આપવા જ પડશે નહિતર તને જાનથી મારી નાખીશુની ધમકી આપી ગાળો આપી હતી. આમ, આ ત્રણેય આરોપીઓ ફરિયાદીને ધમકીઓ આપી વ્યાજ માટે ત્રાસ આપતા હોઈ પોલીસે આ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.