ભચાઉમાં દુકાનમાં ઉધારી વસ્તુ આપવાની ના કહેતા 3 શખ્સોએ યુવકને માર માર્યો
આ અંગે જૂના કટારીયામાં રહેતા અર્જુનગીરી મહેશગીરી ગૌસ્વામીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.23-2ના ભચાઉ રોટરીકલબ ભવાનીપુર મધ્યે આવેલ તેમના ફઈની શિવશક્તિ જનરલ સ્ટોર દુકાન પર ઊભા હતા. તે દરમિયાન કોલી યાસરીનો પ્રતાપ ઉર્ફે પતીયો ગેલાભાઈ દુકાને ઉધારે વસ્તુ ખરીદવા આવેલ હતો. જેથી ફરિયાદીના ફઈએ ઉધારે ધંધો ન કરતાં હોઈ પૈસા હોય તો આપું તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના ફઈને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ આરોપીને ગાળો બોલવાની ના પડતાં આરોપીએ ફરિયાદીને કહેલ કે તું મને કેનારો કોણ છે, તું મને ઓળખો છો કહી ઝગડો કરવા લાગ્યો હતો. તે દરમિયાન આરોપી પ્રતાપે તેના મોબાઈલ દ્વારા કોઈને ફોન કરી કહેલ કે રોટરીકલબ ભવાનીપુરમાં આવો મારો અહી ઝગડો થયેલ છે. થોડીવારમાં સ્થળ પર બે શખ્સો લાકડીઓ લઈને આવેલ અને ત્રણેય મળી જેમતેમ બોલવા લાગ્યા હતા. પ્રતાપે ફરિયાદીને તું બહારથી આવી હોશિયારી કરો છો કહી ધકબુશટ નો માર મારવા લાગ્યો અને ત્યાં આવેલ બે શખ્સો લાકડીઓ વડે માર મારવા લાગ્યા હતા. આ ઝગડા દરમિયાન આપપાસના લોકો એકત્ર થઈ જતાં તેમને ફરિયાદીને વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારબાદ ત્રણેય જતાં જતાં ફરિયાદીના ફાઈને હવે તું દુકાન ચાલુ કરી જોજે અને ફરિયાદીને અહિ આવી ખોટી હોશિયારી કરતો નહિ તો બીજી વાર હાથપગ ભાંગી નાખીશુની ધમકી આપી હતી. ફરિયાદીને ઇજાઓ પહોચતા ભચાઉ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. જેથી ફરિયાદીએ પ્રતાપ ઉર્ફે પતીયો ગેલાભાઈ કોલી, પેથા ધિંગાભાઈ કોલી તથા હિતેશ લાખાભાઇ કોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.